હે પ્રભુ તું તો છે કરૂણાનિધાન, તો મારા પર બસ આટલી કૃપા કરજે,
ભૂલું ભલે બીજું બધું, પણ એક ક્ષણમાત્ર માટે ન ભૂલું તારા નામને,
ન ભૂલું કોઈના કરેલા ઉપકારને, તારા સ્મરણ ને ક્યારેય ભૂલવા દેતો નહીં,
નહીં રહી શકું તારા વિના, તારા વગર પ્રભુ હું પણ,
તારા વગર મને રાખતા નહીં, ભલે લઈ લેજે બધા બાહ્ય આડંબર મારા,
પણ હંમેશા આપતો રહેજે સદબુદ્ધિ સુવિચાર અને તારા નામની સંપત્તિ,
પ્રભુ છે પ્રાર્થના મારી, સ્વીકારવી પડશે તને ને તને,
અતિથી બનીને પ્રભુ તું ભલે આવજે, પણ હંમેશા બોલાવજે મને સહવાસી તરીકે,
ન સમજતો અતિથી મને તું પણ, બનાવજે અંતરવાસી મને પ્રભુ
- સંત શ્રી અલ્પા મા
hē prabhu tuṁ tō chē karūṇānidhāna, tō mārā para basa āṭalī kr̥pā karajē,
bhūluṁ bhalē bījuṁ badhuṁ, paṇa ēka kṣaṇamātra māṭē na bhūluṁ tārā nāmanē,
na bhūluṁ kōīnā karēlā upakāranē, tārā smaraṇa nē kyārēya bhūlavā dētō nahīṁ,
nahīṁ rahī śakuṁ tārā vinā, tārā vagara prabhu huṁ paṇa,
tārā vagara manē rākhatā nahīṁ, bhalē laī lējē badhā bāhya āḍaṁbara mārā,
paṇa haṁmēśā āpatō rahējē sadabuddhi suvicāra anē tārā nāmanī saṁpatti,
prabhu chē prārthanā mārī, svīkāravī paḍaśē tanē nē tanē,
atithī banīnē prabhu tuṁ bhalē āvajē, paṇa haṁmēśā bōlāvajē manē sahavāsī tarīkē,
na samajatō atithī manē tuṁ paṇa, banāvajē aṁtaravāsī manē prabhu
|