View Hymn (Bhajan)
Hymn No. 618 | Date: 06-Feb-19941994-02-061994-02-06કરીને મીઠાશભર્યું વર્તન જગમાં, તું મીઠાશ વેરતો ને વેરતો રહેજેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=karine-mithashabharyum-vartana-jagamam-tum-mithasha-verato-ne-verato-rahejeકરીને મીઠાશભર્યું વર્તન જગમાં, તું મીઠાશ વેરતો ને વેરતો રહેજે,
કડવાશ ભરેલા દિલની હરીને કડવાશ, મીઠાશ તારી તું એમાં ભરી રે દેજે
સાગર બનીને આ ધરતી પર સદા, મીઠો વરસાદ તું વરસાવતો રહેજે
કરીને દૂર કડવાશને હૈયામાંથી, તું મીઠાશને અપનાવી રે લેજે
છે આ જગ તો તારું ને તારું, જગનો તું જરા બનીને રે જોજે
કૂડકપટ ને ક્રોધનો કરી ત્યાગ, નમ્રતાને તું અપનાવી રે લેજે
છોડી કડવા ફળ ખાવાનું, ફળ મીઠા એકવાર તું ચાખી તો લેજે
સુંદર સ્વપ્નને તારા પ્રેમથી, સજાવીને સવારી તું જરા જોજે
મજા માણી ખૂબ, અન્યને કષ્ટ આપવામાં તે, અન્યને સુખ આપવાની મજા તું માણી રે લેજે,
પ્યાર ભરેલા દિલને ગળે લગાવી, મળેલા આનંદને ફૂલડે વધાવી રે લેજે
કરીને મીઠાશભર્યું વર્તન જગમાં, તું મીઠાશ વેરતો ને વેરતો રહેજે