Home » All Hymns » લઈ લઈ અનેક રૂપ હું કંટાળી ગયો છું, હવે પ્રભુ તું મને તારું રૂપ આપી દે
  1. Home
  2. All Hymns
  3. લઈ લઈ અનેક રૂપ હું કંટાળી ગયો છું, હવે પ્રભુ તું મને તારું રૂપ આપી દે
Hymn No. 1903 | Date: 13-Dec-19961996-12-13લઈ લઈ અનેક રૂપ હું કંટાળી ગયો છું, હવે પ્રભુ તું મને તારું રૂપ આપી દેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=lai-lai-aneka-rupa-hum-kantali-gayo-chhum-have-prabhu-tum-mane-tarum-rupaલઈ લઈ અનેક રૂપ હું કંટાળી ગયો છું, હવે પ્રભુ તું મને તારું રૂપ આપી દે
નવીનવી ઓળખાણોમાં પડી ભૂલી ગયો છું ખુદની ઓળખાણ, પ્રભુ તું તારી ઓળખ આપી દે
બદલીબદલી નામો પ્રભુ હું થાકી ગયો છું, પ્રભુ તું મને તારું નામ આપી દે
ભટકીભટકી ગલી ગલી ખૂબ થાકી ગયો છું, તારી સ્થિરતા તું મને આપી દે
જગાવી જગાવી ઇચ્છાઓ થાકી ગયો છું, તું મને પ્રભુ તારા જેવો બનાવી દે
ભાવોની ઓટ-ભરતીમાં મધદરિયે ડૂબતી નાવડીને, પ્રભુ તું કિનારો દેખાડી દે
બધા રંગોથી રંગાઈ ચૂક્યો છું, પ્રભુ હવે મને તું તારો રંગ આપી દે
અહંકાર ને અભિમાનને મારા મિટાવી, તું મને તારામાં એકરૂપતા આપી દે
મારા જીવનનું ધ્યય છે તું, પ્રભુ મને તું તારામાં સમાવી લે
કર પ્યાર પ્રભુ તું મને એવો કે, મને તું તારા જેવો બવાવી દે
Text Size
લઈ લઈ અનેક રૂપ હું કંટાળી ગયો છું, હવે પ્રભુ તું મને તારું રૂપ આપી દે

Lyrics in English
laī laī anēka rūpa huṁ kaṁṭālī gayō chuṁ, havē prabhu tuṁ manē tāruṁ rūpa āpī dē
navīnavī ōlakhāṇōmāṁ paḍī bhūlī gayō chuṁ khudanī ōlakhāṇa, prabhu tuṁ tārī ōlakha āpī dē
badalībadalī nāmō prabhu huṁ thākī gayō chuṁ, prabhu tuṁ manē tāruṁ nāma āpī dē
bhaṭakībhaṭakī galī galī khūba thākī gayō chuṁ, tārī sthiratā tuṁ manē āpī dē
jagāvī jagāvī icchāō thākī gayō chuṁ, tuṁ manē prabhu tārā jēvō banāvī dē
bhāvōnī ōṭa-bharatīmāṁ madhadariyē ḍūbatī nāvaḍīnē, prabhu tuṁ kinārō dēkhāḍī dē
badhā raṁgōthī raṁgāī cūkyō chuṁ, prabhu havē manē tuṁ tārō raṁga āpī dē
ahaṁkāra nē abhimānanē mārā miṭāvī, tuṁ manē tārāmāṁ ēkarūpatā āpī dē
mārā jīvananuṁ dhyaya chē tuṁ, prabhu manē tuṁ tārāmāṁ samāvī lē
kara pyāra prabhu tuṁ manē ēvō kē, manē tuṁ tārā jēvō bavāvī dē