Home » All Hymns » "ના' નથી બીજી કોઈ મારે, મારી આ એક "ના' ને તમે સ્વીકારી લેજો
  1. Home
  2. All Hymns
  3. "ના' નથી બીજી કોઈ મારે, મારી આ એક "ના' ને તમે સ્વીકારી લેજો
Hymn No. 1725 | Date: 09-Sep-19961996-09-09'ના' નથી બીજી કોઈ મારે, મારી આ એક 'ના' ને તમે સ્વીકારી લેજોhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=na-nathi-biji-koi-mare-mari-a-eka-na-ne-tame-svikari-lejo'ના' નથી બીજી કોઈ મારે, મારી આ એક 'ના' ને તમે સ્વીકારી લેજો
પ્રભુ મારામાં ખોટા ભાવો ને ખોટા વિચારો, ના રહેવા દેજો ને ના જાગવા દેજો
આ છોડીને પ્રભુ તમે મને દેવું હોય તે દેજો, પણ મારા વિકારોને તમે હરી લેજો
જેવા સંજોગો આપવા હોય એવા આપજો, કસોટીમાં ભલે કમી ના રાખજો
દુઃખદર્દ જેટલાં આપવાં હોય એટલાં, તમે અમને આપજો, પ્રભુ મારા …
સ્વીકારશું અમે તમારી બધી વાતો, અમારી એક વાતની મંજૂરી આપી દેજો
તમારું આપેલું સ્વીકારીશું બધું અમે, તમે અમને સ્વીકારી લેજો
નથી કોઈ શિકવા શિકાયત તમારાથી, પ્રભુ એ તમે જાણી લેજો
પ્રભુ તમારા ભાવો ને તમારા જ વિચાર રહે હૈયે, બીજું ભલે કાંઈ ના દેજો
તમારો પ્રેમ ને પ્યાર છે અમારા માટે બધું, અમારી મંઝિલ અમને આપી દેજો
Text Size
'ના' નથી બીજી કોઈ મારે, મારી આ એક 'ના' ને તમે સ્વીકારી લેજો

Lyrics in English
'nā' nathī bījī kōī mārē, mārī ā ēka 'nā' nē tamē svīkārī lējō
prabhu mārāmāṁ khōṭā bhāvō nē khōṭā vicārō, nā rahēvā dējō nē nā jāgavā dējō
ā chōḍīnē prabhu tamē manē dēvuṁ hōya tē dējō, paṇa mārā vikārōnē tamē harī lējō
jēvā saṁjōgō āpavā hōya ēvā āpajō, kasōṭīmāṁ bhalē kamī nā rākhajō
duḥkhadarda jēṭalāṁ āpavāṁ hōya ēṭalāṁ, tamē amanē āpajō, prabhu mārā …
svīkāraśuṁ amē tamārī badhī vātō, amārī ēka vātanī maṁjūrī āpī dējō
tamāruṁ āpēluṁ svīkārīśuṁ badhuṁ amē, tamē amanē svīkārī lējō
nathī kōī śikavā śikāyata tamārāthī, prabhu ē tamē jāṇī lējō
prabhu tamārā bhāvō nē tamārā ja vicāra rahē haiyē, bījuṁ bhalē kāṁī nā dējō
tamārō prēma nē pyāra chē amārā māṭē badhuṁ, amārī maṁjhila amanē āpī dējō

Explanation in English
I have no other NO except this one; please accept this one NO of mine.

God, do not let wrong emotions and wrong thoughts remain in me or awaken in me.

Apart from this whatever you want to give me you give, but just take away my vices.

Whatever circumstances you want to give me, you give even if you do not want to decrease the number of tests that you take.

How much ever suffering and pain you want to give me, you give.

I will accept all that you say, just accept one wish of mine.

Whatever you give me, I will accept; please accept me.

I do not have any complaints with you, Oh God, please know that.

God, only your thoughts and devotion for you should remain in the heart, even if you do not give anything else.

Your love and your care is everything for me, just give me my goal.