Home » All Hymns » રહું હું મારા ને મારા તનમાં, કરું હું શું એ ના જાણું રે
  1. Home
  2. All Hymns
  3. રહું હું મારા ને મારા તનમાં, કરું હું શું એ ના જાણું રે
Hymn No. 1286 | Date: 20-Jun-19951995-06-20રહું હું મારા ને મારા તનમાં, કરું હું શું એ ના જાણું રેhttps://www.mydivinelove.org/bhajan/?title=rahum-hum-mara-ne-mara-tanamam-karum-hum-shum-e-na-janum-reરહું હું મારા ને મારા તનમાં, કરું હું શું એ ના જાણું રે
કદી સમજુ હું મને સાચો, છું કેટલો સાચો એ ના જાણું રે
જાણું છું જગમાં બધું એ જાણવાના ભ્રમમાં, હું કાંઈ ના જાણું રે
બદલાતા તાલ સાથે મેળવવા, તાન હું તો ના જાણું રે
કરું કોશિશ હું ઘણી ઘણી, તોય હું કાંઈ ના જાણું રે
નથી અજાણ્યો જીવનની રાહોથી, તોય હું કાંઈ ના જાણું રે
સત્ય ને અસત્ય વચ્ચેનો ભેદ, જીવનમાં હું ના જાણું રે
જાણ્યું કેટલું કેટલું ના જાણ્યું, એ પણ જીવનમાં હું ના જાણું રે
કરું કાર્ય ઘણા જીવનમાં હું તો, કર્યું કેમ એ ના જાણું રે
જાણું જ્યારે કાર્યની રીત, થયું કેમને કેવી રીતે એ હું ના જાણું રે
Text Size
રહું હું મારા ને મારા તનમાં, કરું હું શું એ ના જાણું રે