View Hymn (Bhajan)
Hymn No. 614 | Date: 26-Jan-19941994-01-261994-01-26રેસના ઘોડાની જેમ દોડતો ને દોડતો હું જાઉં છું, જીવનમાં બસ કાર્ય આ એક જ કરતો હું જાઉં છુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=resana-ghodani-jema-dodato-ne-dodato-hum-jaum-chhum-jivanamam-basa-karyaરેસના ઘોડાની જેમ દોડતો ને દોડતો હું જાઉં છું, જીવનમાં બસ કાર્ય આ એક જ કરતો હું જાઉં છું,
અન્યની હારમાં, જિત મારી સમજતો હું જાઉં છું, રેસના ઘોડા ……..
જિતની આશામાં, જિત મેળવવા માટે, હું તો દોડતો ને દોડતો જાઉં છું ……..
અન્યને કહીને લંગડા લુલા, હાંસી એની ઉડાવતો હું જાઉં છું , હું તો દોડતો ……..
સમજીને ખુદને શાણો હું તો, દોડતો ને દોડતો જાઉં છું ……..
હારેલી બાજીને જીતવામાં, જીવનની બાજી હારતો જાઉં છું , હું તો દોડતો ……..
જગાવી હૈયે પ્રશંસાનો મોહ, હિંસા ખુદની ખુદ કરતો જાઉં છું, હું તો દોડતો ……..
પ્રખ્યાતિ ને વિખ્યાતિ મેળવવામાં હું તો, ખોવાતો ને ખોવાતો જાઉં છું, હું તો દોડતો ……..
દોડતા દોડતા થાકી જ્યાં જાઉં છું, ઉદાસ ખૂબ હું તો ત્યાં થઈ જાઉં છું
હાર અને જીતને સમજવામાં રહું છું ઊભો જ્યાં, સમયનો ઘોડો જિતી ત્યાં જાય છે
રેસના ઘોડાની જેમ દોડતો ને દોડતો હું જાઉં છું, જીવનમાં બસ કાર્ય આ એક જ કરતો હું જાઉં છું