વહેતા આંસુને મારા આજ તું વહેવા રે દેજે પ્રભુ, આજ તું વહેવા રે દેજે
ના તું રોકજે મારા હૈયાને, તું ખાલી કરવા દેજે,
જાણેઅજાણે થયેલા પાપોના પ્રાયશ્ચિત તું કરવા રે દેજે,
ના તું રોકજે મારા હૈયાને, તું ખાલી કરવા દેજે,
કરેલી ભૂલની સજા મને તું ભોગવવા દેજે,
ના તું રોકજે મારા હૈયાને તું ખાલી કરવા દેજે,
હૈયાનો ભાર વધી ગયો છે, એને હળવો થાવા તું દેજે
ના તું રોકજે મારા હૈયાને, તું ખાલી કરવા દેજે
થઈ જાશે ખાલી જ્યાં હૈયુ મારું, અટકી જાશે ત્યાં તો આંસુ
મારા હૈયાને વિશુદ્ધ પ્રેમથી તું ભરી દેજે.
- સંત શ્રી અલ્પા મા