View Hymn (Bhajan)
Hymn No. 1550 | Date: 13-Jun-19961996-06-131996-06-13કોઈ કહેજો માળીને કે, ફૂલ એનું કરમાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=koi-kahejo-maline-ke-phula-enum-karamaya-chheકોઈ કહેજો માળીને કે, ફૂલ એનું કરમાય છે
ના કાંઈ કહે છે એ કોઈને, ના કાંઈ એ શરમાય છે
છે કારણ શું એનું કરમાવાનું, ના એ કોઈથી જાણી શકાય છે
મળે છે એને બધું તોય અસર એની, એના પર ના થાય છે
સદાબહાર હાસ્ય એનું, જાણે ક્યાંક ખોવાય છે
આપજો જઈને સંદેશો કોઈ માળીને કે, ફૂલ એનું કરમાય છે
મુખ પર એના એક આછી ઝલકના દીદાર થાય છે
ગમે જુદાઈના દર્દથી જાણે એ કરમાય છે
સમજે વ્યથા એની તો એક માળી, ના અન્યથી સમજાય છે
ફરે છે વહાલભર્યા હાથ સહુના એના પર, તોય સાજો ના એ થાય છે
નથી કોઈ ઇલાજ બીજો એનો તો, ઇલાજ બસ માળીનો પ્યાર છે
કોઈ કહેજો માળીને કે, ફૂલ એનું કરમાય છે