1. Home
  2. Spiritual Talks
  3. જીવનમાં મને ક્યારેક વિચાર આવતો કે આ જીવન એટલે શું

Read Spiritual Talk

હે પ્રભુ, તું તો છે કરૂણાનિધાન, તો મારા પર બસ આટલી કૃપા કરજે
Sr No. 15 | Date: August 1992

View Original
Increase Font Decrease Font

હે પ્રભુ, તું તો છે કરૂણાનિધાન, તો મારા પર બસ આટલી કૃપા કરજે. ભૂલું ભલે બીજું બધું, પણ એક ક્ષણમાત્ર માટે ન ભૂલું તારા નામને. ન ભૂલું કોઈના કરેલા ઉપકારને. તારા સ્મરણને ક્યારેય ભૂલવા દેતો નહીં. નહીં રહી શકું તારા વિના પ્રભુ એક પળ. તારા વગર મને રાખતો નહીં. ભલે લઈ લેજે બધા બાહ્ય આડંબર મારા, પણ હંમેશા આપતો રહેજે સદબુદ્ધિ, સુવિચાર અને તારા નામની સંપત્તિ. પ્રભુ, છે પ્રાર્થના મારી, સ્વીકારવી પડશે તારે ને તારે. અતિથિ બનીને, પ્રભુ, તું ભલે આવજે, પણ હંમેશા બોલાવજે મને સહવાસી તરીકે. ન સમજતો અતિથિ મને તું, પણ બનાવજે અંતરવાસી મને પ્રભુ.

- સંત શ્રી અલ્પા મા
Transliteration in English

hē prabhu, tuṁ tō chē karūṇānidhāna, tō mārā para basa āṭalī kr̥pā karajē. bhūluṁ bhalē bījuṁ badhuṁ, paṇa ēka kṣaṇamātra māṭē na bhūluṁ tārā nāmanē. na bhūluṁ kōīnā karēlā upakāranē. tārā smaraṇanē kyārēya bhūlavā dētō nahīṁ. nahīṁ rahī śakuṁ tārā vinā prabhu ēka pala. tārā vagara manē rākhatō nahīṁ. bhalē laī lējē badhā bāhya āḍaṁbara mārā, paṇa haṁmēśā āpatō rahējē sadabuddhi, suvicāra anē tārā nāmanī saṁpatti. prabhu, chē prārthanā mārī, svīkāravī paḍaśē tārē nē tārē. atithi banīnē, prabhu, tuṁ bhalē āvajē, paṇa haṁmēśā bōlāvajē manē sahavāsī tarīkē. na samajatō atithi manē tuṁ, paṇa banāvajē aṁtaravāsī manē prabhu.
Explanation in English Increase Font Decrease Font

Oh Lord, you are the treasure of mercy, so please grant me just this much grace. Even if I forget everything else, let me not forget your name for even a single moment. Let me never forget the favors done by anyone. Never let me forget your remembrance. Lord, I will not be able to live without you for a single moment. Do not keep me away from you. Take away all my external vanities if you must, but always keep granting me good intellect, noble thoughts, and the wealth of your name. Lord, this is my prayer, and you absolutely must accept it. Lord, you may come as a guest but always call me to dwell with you. Do not consider me a guest, Lord, but make me an indweller of your heart.
 

Previous
Previous
પ્રભુ, છે આ તારી માયાવી નગરી
Next
Next
હે મારા પ્રભુ, આપ્યો તે મને આ મનુષ્ય દેહ, એ તારી કૃપા



હે પ્રભુ, તું તો છે કરૂણાનિધાન, તો મારા પર બસ આટલી કૃપા કરજે. ભૂલું ભલે બીજું બધું, પણ એક ક્ષણમાત્ર માટે ન ભૂલું તારા નામને. ન ભૂલું કોઈના કરેલા ઉપકારને. તારા સ્મરણને ક્યારેય ભૂલવા દેતો નહીં. નહીં રહી શકું તારા વિના પ્રભુ એક પળ. તારા વગર મને રાખતો નહીં. ભલે લઈ લેજે બધા બાહ્ય આડંબર મારા, પણ હંમેશા આપતો રહેજે સદબુદ્ધિ, સુવિચાર અને તારા નામની સંપત્તિ. પ્રભુ, છે પ્રાર્થના મારી, સ્વીકારવી પડશે તારે ને તારે. અતિથિ બનીને, પ્રભુ, તું ભલે આવજે, પણ હંમેશા બોલાવજે મને સહવાસી તરીકે. ન સમજતો અતિથિ મને તું, પણ બનાવજે અંતરવાસી મને પ્રભુ. હે પ્રભુ, તું તો છે કરૂણાનિધાન, તો મારા પર બસ આટલી કૃપા કરજે 1992-08-01 /conv_para/?title=he-prabhu-tum-to-chhe-karunanidhana-to-mara-para-basa-atali-kripa-karaje