View Hymn (Bhajan)
Hymn No. 1007 | Date: 06-Oct-19941994-10-061994-10-06આખા રે જગમાં પ્રભુ એક તુજ લાગે, મને ખૂબ વ્હાલો વ્હાલોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=akha-re-jagamam-prabhu-eka-tuja-lage-mane-khuba-vhalo-vhaloઆખા રે જગમાં પ્રભુ એક તુજ લાગે, મને ખૂબ વ્હાલો વ્હાલો
ના લાગે બીજું કોઈ, લાગે તુજ મારો ને લાગે તું પ્યારો
હરએક પળે મસ્તીમાં મસ્ત રહેનારો, લાગે તું મને ખૂબ વ્હાલો
તારી હરએક અદામાં તો, પ્યાર ને પ્યાર છે છુપાયો
શું કહેવું તને પ્રભુ બીજું, નથી કાંઈ તું એટલો તો ભોળો
તોય લાગે સદા ભોળોભાલો, છે એવો તું નટખટ નંદ દુલારો
ના ખાલી મારો કે ના ખાલી કોઈનો, છે આ જગનો તું સહારો
પ્યાર ભરી હરએક વાત છે તારી, પ્યાર છે તારો પહેરો
તારી નિર્દોષ અદાઓએ મારા દિલપર, કર્યો છે રે એવો દાવો
નથી બસમાં તો મારું દિલ, છે એ તો તારો ને તારો પ્રભુ, એક તુજ લાગે મને ખૂબ વ્હાલો વ્હાલો
આખા રે જગમાં પ્રભુ એક તુજ લાગે, મને ખૂબ વ્હાલો વ્હાલો