View Hymn (Bhajan)
Hymn No. 332 | Date: 02-Sep-19931993-09-021993-09-02ચાલવા પહેલા જીવનમાં, તું ના રાખતો પડવાનો ડરSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chalava-pahela-jivanamam-tum-na-rakhato-padavano-daraચાલવા પહેલા જીવનમાં, તું ના રાખતો પડવાનો ડર
ચાલી નહીં શકે જીવનભર, તું રાખીશ જો ચાલવા પહેલા પડવાનો ડર
કાર્ય કર્યા પહેલા જીવનમાં, તું ના થાતો નિરાશ
નહીં મળે સફળતા તને રે જીવનમાં, જો કાર્ય કર્યા પહેલા થઈશ નિરાશ
હસવું હોય જો તને રે જીવનમાં, ના રાખતો તું રડવાનો ડર
ક્યારે પણ નહીં હસી શકે જીવનમાં, તું છોડીશ ના તારો રડવાનો ડર
મળે તને રે જ્યારે સુખ જીવનમાં ત્યારે દુઃખને તું યાદ કરીશ ના
મળેલું સુખ તું નહીં ભોગવી શકે જીવનમાં, તો તારું રહેશે દુઃખ ને દુઃખ
જીવનમાં તું તો તારા આનંદમાં રહેવાનું છોડી, ઉદાસ તું રહીશ ના
રહીશ જો ઉદાસ ને ઉદાસ જીવનમાં, નહીં માણી શકે તું આનંદના સંગને
પ્રભુને મળવું હોય તારે રે જીવનમાં, છોડી દેજે તું તારી બધી ઉપાધિ
નહીં છોડે જો ઉપાધિ તો, પ્રભુનું મિલન થઈને પણ મિલન થાશે ના.
ચાલવા પહેલા જીવનમાં, તું ના રાખતો પડવાનો ડર