હે મહિષાસુર મર્દીની માતા, આ મહિષાસુરનું મર્દન કરો
કરે ધ્વંસ એ જીવન મારું એ પહેલાં, તમે એનો ધ્વંસ કરો,
મદ, મોહ, અહંકાર, દંભ ને લોભ હરો, હે માતા.....
મત્સ્ય અને ઈર્ષાનું સદા સર્વદા માટે નાશ કરો, હે માતા....
હે મહિષાસુર મર્દીની માતા, આ મહિષાસુરનું મર્દન કરો,
મારા બધા વિકારો ને વિકૃતિઓ હરો, હે માતા મહિસાસુરનું મર્દન કરો
હે માતા દયા કરી, આ કાર્ય શીઘ્રથી શીઘ્ર કરો,
મારા હૃદયની આ વિનંતીનો, સ્વીકાર કરો, હે માતા...
કરી રહ્યા છે જે મને તારાથી જુદા, એ સઘળા સંતાપ હરો
આવી રહ્યા છે જે તારી ને મારી વચ્ચે, એ સઘળાં આવરણોને ચીરો.
- સંત શ્રી અલ્પા મા
hē mahiṣāsura mardīnī mātā, ā mahiṣāsuranuṁ mardana karō
karē dhvaṁsa ē jīvana māruṁ ē pahēlāṁ, tamē ēnō dhvaṁsa karō,
mada, mōha, ahaṁkāra, daṁbha nē lōbha harō, hē mātā.....
matsya anē īrṣānuṁ sadā sarvadā māṭē nāśa karō, hē mātā....
hē mahiṣāsura mardīnī mātā, ā mahiṣāsuranuṁ mardana karō,
mārā badhā vikārō nē vikr̥tiō harō, hē mātā mahisāsuranuṁ mardana karō
hē mātā dayā karī, ā kārya śīghrathī śīghra karō,
mārā hr̥dayanī ā vinaṁtīnō, svīkāra karō, hē mātā...
karī rahyā chē jē manē tārāthī judā, ē saghalā saṁtāpa harō
āvī rahyā chē jē tārī nē mārī vaccē, ē saghalāṁ āvaraṇōnē cīrō.
|