View Hymn (Bhajan)
Hymn No. 4744 | Date: 29-Jul-20182018-07-292018-07-29હૃદયમાં ગુંજે નામ તારું, સતત ને સદાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=hridayamam-gunje-nama-tarum-satata-ne-sadayaહૃદયમાં ગુંજે નામ તારું, સતત ને સદાય
મન તારા પ્રેમમાં નીતરતું ને નીતરતું રે જાય
વહાલા મારા જીવન એવું જીવાડ, જીવન એવું જીવાડ
છું અલ્પબુદ્ધિ માનવી, ના સમજી શકું હું કાંઈ
તારી સમજની છે જરૂરત, બીજું જોઈએ ના કાંઈ
તારા પ્રેમમાં એવો રે ડુબાડ, એવો રે ડુબાડ
સતત ને સતત તારામાં ને તારામાં તું રાખ
જીવનની જરૂરત છે પ્રેમ તારો, એના વગર જીવન ના જીવાય
પ્રેમ ઊભરાતો રહે હૃદયમાં સતત, અભિવૃદ્ધિ એમાં આપ
હે મારા વહાલા, મને તું સતત તારા ખોળામાં રાખ
હૃદયમાં ગુંજે નામ તારું, સતત ને સદાય