View Hymn (Bhajan)
Hymn No. 1972 | Date: 03-Feb-19971997-02-031997-02-03ઇકરાર તો શરૂઆત છે, એને અંત ના તું સમજી બેસતોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ikarara-to-sharuata-chhe-ene-anta-na-tum-samaji-besatoઇકરાર તો શરૂઆત છે, એને અંત ના તું સમજી બેસતો
મળે જે રાહ તને એ રાહ પર, ચાલવાનું ના તું ભૂલતો
મંઝિલ પામવાની છે તારે, ખોટા ભ્રમમાં ના તું ખોવાઈ જાતો
કરે છે શરૂઆત જેની, એને અધવચ્ચે ના તું છોડતો
પ્રભુ સંગ કરે અગર પ્યારભર્યો ઇકરાર, તો એને પામવાનું ના ભૂલતો
ઇકરારથી સ્થાપી એકતા, એક થવા પુરુષાર્થ ના ચૂક્તો
ખાલી ઇકરારથી કાંઈ થાતું નથી, એને અપનાવ્યા વિના તું ના રહેતો
પગ મૂક્યો છે પહેલે પગથિયે તેં, એને આખરી સમજી ના બેસતો
પ્યાર ને પ્યાર કરતો જાજે તું તારા દિલથી પ્રભુને, એમાં ના તું થાકતો
આળસમાં ને અહમમાં તારા, તું કદી ખોટો સમય ના ગુમાવતો
ઇકરાર તો શરૂઆત છે, એને અંત ના તું સમજી બેસતો