Hymn No. 4414 | Date: 06-Sep-20142014-09-062014-09-06જીવનના એકતારામાં તાર, તારો એવો લગાવી દેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/?title=jivanana-ekataramam-tara-taro-evo-lagavi-deજીવનના એકતારામાં તાર, તારો એવો લગાવી દે કે રહીએ અને વસીએ, સદૈવ એક તારામાં, એક તારામાં, એક તારામાં, સદૈવ રહીએ ને વસીએ એક તારામાં તુ હી તુ હીના રણકાર ઊઠે, એવા શ્વાસોમાં રહીએ અમે સદૈવ .... ભલે વસીએ જગસારામાં, પણ રહીએ સદા એક તારામાં .... તૂટી જાય અન્ય તાર બધા, આપોઆપ જોડાય તાર હૈયાના એવા ..... મટી જાય બધી હસ્તી, રહીએ રચ્યાપચ્યા અમે એક તારામાં, હે શક્તિ સ્વરૂપા સિદ્ધમાતા, આપી દે આશિષ એવા કે રહીએ સદૈવ .... ભૂલીને નિજ ભાન, છેડ હવે તું એવા તાન, કે રહીએ અમે એક તારામાં.... હે પરમ જ્ઞાનેશ્વરી માતા, આપો સંગીત એવું, કે વસીએ અમે એક તારામાં
જીવનના એકતારામાં તાર, તારો એવો લગાવી દે
જીવનના એકતારામાં તાર, તારો એવો લગાવી દે કે રહીએ અને વસીએ, સદૈવ એક તારામાં, એક તારામાં, એક તારામાં, સદૈવ રહીએ ને વસીએ એક તારામાં તુ હી તુ હીના રણકાર ઊઠે, એવા શ્વાસોમાં રહીએ અમે સદૈવ .... ભલે વસીએ જગસારામાં, પણ રહીએ સદા એક તારામાં .... તૂટી જાય અન્ય તાર બધા, આપોઆપ જોડાય તાર હૈયાના એવા ..... મટી જાય બધી હસ્તી, રહીએ રચ્યાપચ્યા અમે એક તારામાં, હે શક્તિ સ્વરૂપા સિદ્ધમાતા, આપી દે આશિષ એવા કે રહીએ સદૈવ .... ભૂલીને નિજ ભાન, છેડ હવે તું એવા તાન, કે રહીએ અમે એક તારામાં.... હે પરમ જ્ઞાનેશ્વરી માતા, આપો સંગીત એવું, કે વસીએ અમે એક તારામાં
- સંત શ્રી અલ્પા મા
|