મહોબતની સરહદ પર અમે ગયા છીએ પહોંચી,
યા તો તમને પામી જઈશું, યા તો તમારા ચરણમાં માથું નમાવી જઈશું,
એક નાનું ફૂલ બનીને મહોબતના આંગણામાં અમે ખીલી જઈશું,
શબ્દોનો સહારો લીધા વગર ઇઝહારે હકીકત અમે કરશું,
મુકામ ના કરી શક્યા જો તમારા દિલમાં અમે,
તમારા ચરણોમાં ઘર અમે અમારું બનાવી લઈશું,
દીવાનાઓની એ જમાતમાં, અનોખી ભાત અમે પાડી જઈશું,
યા તો પામશું ટોચને, યા તો ઊંડી ગહેરાઈમાં અમે ડૂબી જઈશું,
ના બનાવ્યા તમે જો અમને તમારા, તો તમને અમારા બનાવી લઈશું,
તમારા નામના નશામાં ડૂબીને, મિઝબાની અમે તો કરતા રહેશું
- સંત શ્રી અલ્પા મા