નથી જાણકાર હું કોઈ મોટો, એ કહેવાથી જીવનમાં નથી બની જવાનો તું મોટો
નહીં હોય જીવનમાં ભલે રે તું ખોટો, એ કહેવાથી નહીં બની જાય જીવનમાં તું મોટો
ખોટી ભ્રમણામાં ભૂલીને, લાલચમાં તણાઈને, ના કરજે તું કોઈ એવો ગોટાળો
કરીશ જો ખોટી ગડબડ ઊભી જીવનમાં, તો ભારે પડશે તો એ સોદો
બનવું હોય તો જીવનમાં બનજે તું જાણકાર સાચો, ના કરજે દેખાવ તું ખોટો
અનુભવોની બાંધીને ભાથો, થાજે જાણકાર જીવનમાં તું તો સાચો
શબ્દની આપલેમાં ના તું ફસાતો, બનજે જાણકાર જીવનમાં તું મોટો
ઢાંકવાને બદલે, કરજે કોશિશ દૂર કરવાની, તારી બધી રે ખોટો
શું જાણવું છે ને શું સમજવું છે, રાખજે લક્ષમાં સદા એનો રે ફોટો
જાણીશ જ્યાં એક પ્રભુને તું જીવનમાં, નહીં રહે જીવનમાં તારો કોઈ તોટો
- સંત શ્રી અલ્પા મા
nathī jāṇakāra huṁ kōī mōṭō, ē kahēvāthī jīvanamāṁ nathī banī javānō tuṁ mōṭō
nahīṁ hōya jīvanamāṁ bhalē rē tuṁ khōṭō, ē kahēvāthī nahīṁ banī jāya jīvanamāṁ tuṁ mōṭō
khōṭī bhramaṇāmāṁ bhūlīnē, lālacamāṁ taṇāīnē, nā karajē tuṁ kōī ēvō gōṭālō
karīśa jō khōṭī gaḍabaḍa ūbhī jīvanamāṁ, tō bhārē paḍaśē tō ē sōdō
banavuṁ hōya tō jīvanamāṁ banajē tuṁ jāṇakāra sācō, nā karajē dēkhāva tuṁ khōṭō
anubhavōnī bāṁdhīnē bhāthō, thājē jāṇakāra jīvanamāṁ tuṁ tō sācō
śabdanī āpalēmāṁ nā tuṁ phasātō, banajē jāṇakāra jīvanamāṁ tuṁ mōṭō
ḍhāṁkavānē badalē, karajē kōśiśa dūra karavānī, tārī badhī rē khōṭō
śuṁ jāṇavuṁ chē nē śuṁ samajavuṁ chē, rākhajē lakṣamāṁ sadā ēnō rē phōṭō
jāṇīśa jyāṁ ēka prabhunē tuṁ jīvanamāṁ, nahīṁ rahē jīvanamāṁ tārō kōī tōṭō
|