નથી નથી ભાઈ નથી નથી
અનુભવે અમારા અમે જાણ્યું, અમારામાં કોઈ આવડત નથી નથી
તોય અભિમાને અમારા આ વાતનો ના કર્યો સ્વીકાર, કે અમારામાં આવડત …
રહ્યાં ખોટા ને ખોટા આડંબરોમાં રાચતા, સચ્ચાઈને સ્વીકારવાની તાકત હજી ના રહી, અમારામાં …
ખોટી તાકાતના અહેસાસમાં રહી હાર્યા અમે, ઘણીવાર જીવનમાં, કે બાજી જીતતા હજી આવડતી નથી, અમારામાં
ચાહીએ જીવનમાં ઘણું ઘણું કરવા, કરી ના શકીએ કાંઈકે સ્થિરતા, હજી અમારામાં …
કોઈની આવડતના ફળને કહીએ પોતાનું કે, પોતાનામાં હજી હિંમત પૂરી નથી નથી
કરીએ વાતો મોટી જીવનમાં, કાર્યની ના કરીએ શરૂઆત કે, જીવનમાં પૂરી કેળવણી હજી નથી
હવામાં રહીએ ઉડતા સદા કે હકીકતથી રહીએ અજાણ, કે સંજોગોની પરખ હજી નથી નથી
અભિમાનમાં ને અભિમાનમાં હારીએ અમે જીવનમાં બધું, કે સાચી સમજ હજી જાગી નથી
- સંત શ્રી અલ્પા મા
nathī nathī bhāī nathī nathī
anubhavē amārā amē jāṇyuṁ, amārāmāṁ kōī āvaḍata nathī nathī
tōya abhimānē amārā ā vātanō nā karyō svīkāra, kē amārāmāṁ āvaḍata …
rahyāṁ khōṭā nē khōṭā āḍaṁbarōmāṁ rācatā, saccāīnē svīkāravānī tākata hajī nā rahī, amārāmāṁ …
khōṭī tākātanā ahēsāsamāṁ rahī hāryā amē, ghaṇīvāra jīvanamāṁ, kē bājī jītatā hajī āvaḍatī nathī, amārāmāṁ
cāhīē jīvanamāṁ ghaṇuṁ ghaṇuṁ karavā, karī nā śakīē kāṁīkē sthiratā, hajī amārāmāṁ …
kōīnī āvaḍatanā phalanē kahīē pōtānuṁ kē, pōtānāmāṁ hajī hiṁmata pūrī nathī nathī
karīē vātō mōṭī jīvanamāṁ, kāryanī nā karīē śarūāta kē, jīvanamāṁ pūrī kēlavaṇī hajī nathī
havāmāṁ rahīē uḍatā sadā kē hakīkatathī rahīē ajāṇa, kē saṁjōgōnī parakha hajī nathī nathī
abhimānamāṁ nē abhimānamāṁ hārīē amē jīvanamāṁ badhuṁ, kē sācī samaja hajī jāgī nathī
|