View Hymn (Bhajan)

Sr No. 1200 | Date: 04-Mar-19951995-03-04ઓછપનો એ અહેસાસ, માંગવા પર મજબૂર મને કરી જાય છેhttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ochhapano-e-ahesasa-mangava-para-majabura-mane-kari-jaya-chheઓછપનો એ અહેસાસ, માંગવા પર મજબૂર મને કરી જાય છે

પવિત્ર પ્રેમની ધારા પર, ધબ્બાની જેમ એ લાગી જાય છે

એ ઓછપના અહેસાસ, મને પ્રેમથી અલગ કરી જાય છે

દૂરી મિટાવવાને બદલે, અંતર ઊભું એ કરી જાય છે

થાય છે દૂર બંધુ દિલથી, પણ આ અહેસાસ ના દૂર થાય છે

આ ઓછપનો અહેસાસ, મને તારાથી દૂર લઈ જાય છે

જાગે છે જ્યાં એ અહેસાસ, દિલ મારું ખૂબ એમાં મૂંઝાય છે

કરું છું કોશિશ સ્થિર રહેવાની, તોય ખેંચી મને જાય છે

હળવા શ્વાસને મારા, ભારે એ બનાવી જાય છે

શ્વાસ મારો રૂંધાઈ જાય છે, જ્યાં ઓછપના અહેસાસ જાગી જાય છે

ઓછપનો એ અહેસાસ, માંગવા પર મજબૂર મને કરી જાય છે
Ochhapano e ahesasa, mangava para majabura mane kari jaya chhe

View Original
Increase Font Decrease Font

ઓછપનો એ અહેસાસ, માંગવા પર મજબૂર મને કરી જાય છે

પવિત્ર પ્રેમની ધારા પર, ધબ્બાની જેમ એ લાગી જાય છે

એ ઓછપના અહેસાસ, મને પ્રેમથી અલગ કરી જાય છે

દૂરી મિટાવવાને બદલે, અંતર ઊભું એ કરી જાય છે

થાય છે દૂર બંધુ દિલથી, પણ આ અહેસાસ ના દૂર થાય છે

આ ઓછપનો અહેસાસ, મને તારાથી દૂર લઈ જાય છે

જાગે છે જ્યાં એ અહેસાસ, દિલ મારું ખૂબ એમાં મૂંઝાય છે

કરું છું કોશિશ સ્થિર રહેવાની, તોય ખેંચી મને જાય છે

હળવા શ્વાસને મારા, ભારે એ બનાવી જાય છે

શ્વાસ મારો રૂંધાઈ જાય છે, જ્યાં ઓછપના અહેસાસ જાગી જાય છે

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

ōchapanō ē ahēsāsa, māṁgavā para majabūra manē karī jāya chē

pavitra prēmanī dhārā para, dhabbānī jēma ē lāgī jāya chē

ē ōchapanā ahēsāsa, manē prēmathī alaga karī jāya chē

dūrī miṭāvavānē badalē, aṁtara ūbhuṁ ē karī jāya chē

thāya chē dūra baṁdhu dilathī, paṇa ā ahēsāsa nā dūra thāya chē

ā ōchapanō ahēsāsa, manē tārāthī dūra laī jāya chē

jāgē chē jyāṁ ē ahēsāsa, dila māruṁ khūba ēmāṁ mūṁjhāya chē

karuṁ chuṁ kōśiśa sthira rahēvānī, tōya khēṁcī manē jāya chē

halavā śvāsanē mārā, bhārē ē banāvī jāya chē

śvāsa mārō rūṁdhāī jāya chē, jyāṁ ōchapanā ahēsāsa jāgī jāya chē