View Hymn (Bhajan)
Hymn No. 2967 | Date: 02-Nov-19981998-11-021998-11-02પ્રભુ બધું કરવાને સમર્થ છે, એને તું કરવાનો મોકો તો આપSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=prabhu-badhum-karavane-samartha-chhe-ene-tum-karavano-moko-to-apaપ્રભુ બધું કરવાને સમર્થ છે, એને તું કરવાનો મોકો તો આપ
સામર્થ્ય પર રાખ એના વિશ્વાસ, જરા એને એક મોકો તો આપ
કરશે બધું એ કાર્ય તારું, લાગશે તને થાય છે બધું આપોઆપ
નથી માંગતો કાંઈ બીજું એ પાસે તારી, કે એને એક મોકો તું આપ
મોકો આપ્યા વગર જીવનમાં, ના તું પ્રભુ પર બધો દોષ નાખ
સમર્થ છે એ બધું કરવાને એના સામર્થ્ય પર પ્રતિબંધ તું ના નાખ
આપવું હોય તને કાંઈ તો, એને તું તારો વિશ્વાસ આપ
મજબૂર છે એ પણ તારા કર્મ આગળ, એના બંધન તું તોડી નાખ
જે કરવું હોય તે કર જીવનમાં, પણ પૂર્ણરીતે પ્રભુને તું એક મોકો આપ
તારા જ કાર્યમાં તું પોતે ખોટા વિઘ્ન ના નાખ, કે પ્રભુ બધું ….
પ્રભુ બધું કરવાને સમર્થ છે, એને તું કરવાનો મોકો તો આપ