પ્રભુ દુઃખ આપવું હોય એટલું આપજે, દર્દ આપવું હોય એટલું આપજે
રહે સ્મરણ મનમાં તારું, સતત બસ તું આટલું રે કરજે
સુખસાહેબી મારી લઈ લેવી હોય તો લઈ લેજે, ભલે એ પાછી ના દેજે
તારા ચરણમાં મને જગા તું દઈ દેજે, મારા દિલનો સ્વીકાર કરી લેજે
પ્રભુ તને કરવું હોય તે તું કરજે, તને કરાવવું હોય તે કરાવજે
મને તારી યાદમાં ડુબાડી તું દેજે, બસ આટલું તું કરજે રે
જીવનમાં જે રંગ ભરવા હોય તે તું ભરજે, ના ભરવા હોય તો તું ના ભરજે
મારા હૈયાને પ્રભુ તારા રંગથી રંગી રે દેજે, બસ આટલું તું કરજે
છે માગ મારી બહુ નાની રે પ્રભુ, તારા પ્યારમાં મને ડુબાડી દેજે
તારામાં મને સમાવી લેજે, બસ આટલું તું કરજે રે
- સંત શ્રી અલ્પા મા
Explanation in English
God give me sorrow as much as You want,
Give me also, as much pain as You want
I always remember You in my prayers,
Always do so much for me
If You wish to take away my comforts and luxuries, do take them away
It’s fine if you do not give it back
Give me place at Your feet,
Accept my hearts desire
God do what You want
And make me do what pleases You
Immerse me in Your thoughts,
Just do so much
Fill in the different colours in my life,
If You do not wish to fill in,
Do not fill in
Fill in colours in my heart with Your colours God,
Just do so much
My wish is very small God,
Immerse me in Your love
Accommodate me in You,
Just do so much God.