પ્રભુ, વારે આવો મારી આજ, ના લગાડો હવે વાર
કર્યા છે ઘણા રે ઉપકાર પ્રભુ, કરી દ્યો એક વધુ ઉપકાર
બચાવી લ્યો અમને આજ, છે મઝધારે અમારી નાવ
મગરમચ્છ ને સાપથી ઘેરાયા છીએ, પ્રભુ, અમે આજ
કરી કૃપા, એનાથી બચાવી લ્યો અમને, કૃપાનિધાન
માર્ગ બતાવી દ્યો આજ, મિટાવી દ્યો ભવભવની જંજાળ
નિરાશાના કરવાને બંધ દ્વાર, પ્રભુ, પધારો તમે આજ
આશનો દીવડો જોજે પ્રભુ જાયના ઓલવાઈ, તમે પધારો આજ
ના કરો પ્રભુ તમે હવે કોઈ વિચાર, વાલા પધારો તમે આજ
છીએ ગુન્હેગાર અમે તારા રે બાળ, ના લગાડો હવે વાર
વિશ્વાસની જ્યોતને જગાવ પ્રભુ, મારે વહારે આજ આવ
કરીને ગુન્હા સઘળા માફ, નવી રાહ અમને બતાવ, પ્રભુ વહારે આજ આવ
- સંત શ્રી અલ્પા મા
prabhu, vārē āvō mārī āja, nā lagāḍō havē vāra
karyā chē ghaṇā rē upakāra prabhu, karī dyō ēka vadhu upakāra
bacāvī lyō amanē āja, chē majhadhārē amārī nāva
magaramaccha nē sāpathī ghērāyā chīē, prabhu, amē āja
karī kr̥pā, ēnāthī bacāvī lyō amanē, kr̥pānidhāna
mārga batāvī dyō āja, miṭāvī dyō bhavabhavanī jaṁjāla
nirāśānā karavānē baṁdha dvāra, prabhu, padhārō tamē āja
āśanō dīvaḍō jōjē prabhu jāyanā ōlavāī, tamē padhārō āja
nā karō prabhu tamē havē kōī vicāra, vālā padhārō tamē āja
chīē gunhēgāra amē tārā rē bāla, nā lagāḍō havē vāra
viśvāsanī jyōtanē jagāva prabhu, mārē vahārē āja āva
karīnē gunhā saghalā māpha, navī rāha amanē batāva, prabhu vahārē āja āva
|