રઝળતાં ને રખડતાં કદમોને, સાચી રાહ આપે છે
મંઝિલહીન જીવનને, સાચી મંઝિલ આપે છે
નિષ્પ્રાણ વહેતા શ્વાસોમાં, પ્રાણ પૂરે છે
અસ્તવ્યસ્ત જીવનમાં, સ્થિરતા આપે છે
ઉદાસી ને નિરાશા હરી, નવચેતનથી સભર બનાવે છે
સુસ્ત જીવનમાં, નિતનવા તરંગોથી સીંચે છે
દર્દમાં ચેન ને ચેનમાં દર્દ, એ તો જગાડે છે
હસ્તી ખુદની મિટાવી, એકરૂપતા એ તો આપે છે
અધૂરપ સઘળી હરી, પરિપૂર્ણતા એ તો પ્રદાન કરે છે
આનંદ ને મસ્તીથી, જીવનને એ તો મહેકાવે છે
અમોઘ ઔષધ છે જીવનને, જીવન એ તો આપે છે
પામરતાની રાહેથી, અમરતાની મંઝિલે પહોંચાડે છે
- સંત શ્રી અલ્પા મા
rajhalatāṁ nē rakhaḍatāṁ kadamōnē, sācī rāha āpē chē
maṁjhilahīna jīvananē, sācī maṁjhila āpē chē
niṣprāṇa vahētā śvāsōmāṁ, prāṇa pūrē chē
astavyasta jīvanamāṁ, sthiratā āpē chē
udāsī nē nirāśā harī, navacētanathī sabhara banāvē chē
susta jīvanamāṁ, nitanavā taraṁgōthī sīṁcē chē
dardamāṁ cēna nē cēnamāṁ darda, ē tō jagāḍē chē
hastī khudanī miṭāvī, ēkarūpatā ē tō āpē chē
adhūrapa saghalī harī, paripūrṇatā ē tō pradāna karē chē
ānaṁda nē mastīthī, jīvananē ē tō mahēkāvē chē
amōgha auṣadha chē jīvananē, jīvana ē tō āpē chē
pāmaratānī rāhēthī, amaratānī maṁjhilē pahōṁcāḍē chē
|