શૂન્યથી થઇ છે શરૂઆત, તો શૂન્યમાંજ અંત આવશે
બાકી તો કરી લ્યો કેટલીબી ભાગદોડ, હાથમાં ના કાંઇ આવશે
બદલી લ્યો કેટલી પણ ચાલ, આ હકીકતમાં ના બદલી આવશે
ચાહે કાંઈ પણ થાય તોય, આ સત્યમાં ના કાંઈ બદલી આવશે
નહીં આવે અંત જ્યાં સુધી, ત્યાં સુધી આ જંગ એમને એમ ચાલશે
શૂન્યને સમજવાની એ રીત, જલદીથી ના હાથમાં આવશે
સીધી ને સાદી છે આ વાત પણ તોય જલદી સમજમાં ના આવશે
સમજાઈ જાશે જો આ વાત તો, વાત સમજવા માટે બાકી કાંઈ ના રહેશે
આ રહસ્યમય જીવનના રહસ્ય, બધા ઉકેલાઈ જાશે
પ્રભુ ના રહેશે ત્યાં તો નહીં રહું ત્યાં હું, બસ શૂન્ય ત્યાં રહી જાશે
- સંત શ્રી અલ્પા મા