તાર ને મારા તૂટવા ના દેતો, મારા વહાલા કરું હું તો તને કાલાવાલા
શ્વાસે વણેલા વિશ્વાસના એ તારને તૂટવા ના દેતા, મારા વહાલા ...
પ્રેમના તારને તૂટવા ના દેતો, પ્રભુ છૂટવા ના દેતો,
જોજે પડી ના જાય ગાંઠ એમાં, મારા વહાલા ...
ધીરજના તાર પ્રભુ તૂટી જાય, એના ઘર જોજે તૂટી ન જાય, મારા વહાલા ...
શાંતિના સાથ મારા છૂટી જાય પ્રભુ તૂટી જાય, મારા વહાલા ...
ધ્રૂજી ગયા છે પ્રભુ તાર મારા, એને તૂટતા તું તો બચાવજે,
એને છૂટતા તું તો બચાવજે, મારા વહાલા ...
છે પ્રભુ તારે હાથ, મારી રાખજે તું તો લાજ, મારા વહાલા ...
મને ડૂબતા તું તો બચાવજે, મારી નૈયા કિનારે તું લાવજે, મારા વહાલા ...
આવી છે આજ તો ડૂબવાની પાળી, ઓ તારણહાર તું મને ઉગારી લેજે, મારા વહાલા ...
વિશ્વાસને તૂટવા ન દેજે, મારી ધીરજને તું ખૂટવા ન દેજે, મારા વહાલા ...
છે વિનંતી મારી સ્વીકારી લેજે, પ્રેમના તારને તૂટવા ના દેજે, મારા વહાલા ...
- સંત શ્રી અલ્પા મા
tāra nē mārā tūṭavā nā dētō, mārā vahālā karuṁ huṁ tō tanē kālāvālā
śvāsē vaṇēlā viśvāsanā ē tāranē tūṭavā nā dētā, mārā vahālā ...
prēmanā tāranē tūṭavā nā dētō, prabhu chūṭavā nā dētō,
jōjē paḍī nā jāya gāṁṭha ēmāṁ, mārā vahālā ...
dhīrajanā tāra prabhu tūṭī jāya, ēnā ghara jōjē tūṭī na jāya, mārā vahālā ...
śāṁtinā sātha mārā chūṭī jāya prabhu tūṭī jāya, mārā vahālā ...
dhrūjī gayā chē prabhu tāra mārā, ēnē tūṭatā tuṁ tō bacāvajē,
ēnē chūṭatā tuṁ tō bacāvajē, mārā vahālā ...
chē prabhu tārē hātha, mārī rākhajē tuṁ tō lāja, mārā vahālā ...
manē ḍūbatā tuṁ tō bacāvajē, mārī naiyā kinārē tuṁ lāvajē, mārā vahālā ...
āvī chē āja tō ḍūbavānī pālī, ō tāraṇahāra tuṁ manē ugārī lējē, mārā vahālā ...
viśvāsanē tūṭavā na dējē, mārī dhīrajanē tuṁ khūṭavā na dējē, mārā vahālā ...
chē vinaṁtī mārī svīkārī lējē, prēmanā tāranē tūṭavā nā dējē, mārā vahālā ...
|