View Hymn (Bhajan)
Hymn No. 1576 | Date: 29-Jun-19961996-06-291996-06-29થાય કે ના થાય ધાર્યું ખુદનું, તોય ધાર્યું સહુ કોઈ કરવા ચાહે છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=thaya-ke-na-thaya-dharyum-khudanum-toya-dharyum-sahu-koi-karava-chaheથાય કે ના થાય ધાર્યું ખુદનું, તોય ધાર્યું સહુ કોઈ કરવા ચાહે છે
ના થાય જ્યાં ધાર્યું ખુદનું, ત્યાં દોષનો ટોપલો અન્ય પર ઢોળે છે
છે આ તો રીત ઘણી રે જૂની, હજી સુધી આમ ને આમ રે ચાલે છે
બદલે છે ઘણું બદલે છે જમાના, તોય બદલી હજી આમાં ના આવી છે
ના દેખાય જ્યાં અન્ય કોઈ પાસે, ત્યારે તો નસીબને કોઈ કોસે છે
તો કોઈ વગર વિચારે, વગર સમજે, પ્રભુને દોષ તો આપે છે
પોતાની બિન આવડત પર તો, સહુકોઈ આવડતનો ટોપલો ઢાંકે છે
કાચા વિચારો ને વિકલ્પોને, પોતાનો દૃઢ સંકલ્પ તો માને છે
ક્યાંથી થાય ધાર્યું કે, પોતાના યત્નોમાં જ જ્યાં વિશ્વાસ ખૂટે છે
સમજે છે ને જાણે છે જે ધાર્યું ધણીનું થાય છે એ હર હાલમાં ખુશ રહે છે
નથી કોઈ ફરિયાદ એમને કે ના એ પુરુષાર્થ પોતાનો છોડે છે
રહે છે, રાખે છે પ્રભુ પર વિશ્વાસ તો જે, ધાર્યું એકદિન એનું જરૂર થાય છે
થાય કે ના થાય ધાર્યું ખુદનું, તોય ધાર્યું સહુ કોઈ કરવા ચાહે છે