View Hymn (Bhajan)
Hymn No. 4440 | Date: 03-Jan-20152015-01-032015-01-03વર્તનમાં લાવશે રે જ્યારે તું પરિવર્તનSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vartanamam-lavashe-re-jyare-tum-parivartanaવર્તનમાં લાવશે રે જ્યારે તું પરિવર્તન
થાશે રે બંધ ત્યારે તારાં રે બધાં નર્તન,
પામવું છે શું રે તારે, જાવું છે ક્યારે આગળ
સમજીને આ વાત લાવવા પડશે રે પરિવર્તન,
યોગ્ય હશે વર્તન રે તારાં, તો આવશે પરિવર્તન
પામશે તું જીવનમાં ધાર્યું તારું રે થાશે,
નહીં તો કાંઈ નહીં બદલાય બદલવા
એને કર લાખ તું રે જતન,
જાણવું રે પડશે, સમજવું રે પડશે, કરવું છે શું રે જીવનમાં
આચરણમાં એને ઉતારવું રે પડશે.
સાચા-યત્ન પ્રયત્નો તો તારા તું રે કરશે, બંધ થાશે ત્યાં ખોટાં નર્તન રે તારાં
વર્તનમાં લાવશે રે જ્યારે તું પરિવર્તન