વાત સમજણની નથી, વાત સાચી સમજણની પણ નથી
વાત છે પ્રભુ તારી સમજણની, જો એ મળી જાય
યુગો યુગોના યત્નોને, મારી સફળતા તો મળી જાય
મઝધારે આવેલી નાવને રે પ્રભુ, ત્યાં કિનારો મળી જાય
મટે સઘળા ભ્રમ, ભાંગે સઘળી ભ્રમણા, સત્યનાં દર્શન થઈ જાય
ભટકતા રખડતા રઝળતા જીવને, પરમપદ મળી જાય
માયાનાં, આવરણો બધાં, ત્યાં તો ચિરાઈ જાય
મળતા તારો પૂર્ણ પ્રકાશ, અંધકાર સઘળો ખતમ થઈ જાય
બધી મૂંઝવણો ને બધા સવાલોનો, ત્યાં અંત આવી જાય
પૂર્ણતા રમે પૂર્ણતામાં જ્યાં, ત્યાં બાકી શું રહી જાય
- સંત શ્રી અલ્પા મા
vāta samajaṇanī nathī, vāta sācī samajaṇanī paṇa nathī
vāta chē prabhu tārī samajaṇanī, jō ē malī jāya
yugō yugōnā yatnōnē, mārī saphalatā tō malī jāya
majhadhārē āvēlī nāvanē rē prabhu, tyāṁ kinārō malī jāya
maṭē saghalā bhrama, bhāṁgē saghalī bhramaṇā, satyanāṁ darśana thaī jāya
bhaṭakatā rakhaḍatā rajhalatā jīvanē, paramapada malī jāya
māyānāṁ, āvaraṇō badhāṁ, tyāṁ tō cirāī jāya
malatā tārō pūrṇa prakāśa, aṁdhakāra saghalō khatama thaī jāya
badhī mūṁjhavaṇō nē badhā savālōnō, tyāṁ aṁta āvī jāya
pūrṇatā ramē pūrṇatāmāṁ jyāṁ, tyāṁ bākī śuṁ rahī jāya
|