View Hymn (Bhajan)
Sr No. 3211 | Date: 01-Feb-19991999-02-011999-02-01વિશ્વાસ આ તે કેવો વિશ્વાસ છે, કે આજ મન અમારું ઉદાસ છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=vishvasa-a-te-kevo-vishvasa-chhe-ke-aja-mana-amarum-udasa-chheવિશ્વાસ આ તે કેવો વિશ્વાસ છે, કે આજ મન અમારું ઉદાસ છે
વિશ્વાસ આ તે કેવો છે, કે આજ દિલ અમારું નિરાશ છે
વિશ્વાસ છે જ્યાં ત્યાં ના રહે ઉદાસીનતા ને નિરાશા, આ સાચી વાત છે
તોય હૈયામાં અમારા આજ તો, ખૂબ અજીબ ઝઝબાત છે
કરી સમજવાની કોશિશ ઘણી, પણ ના કાંઈ સમજાય છે
કહીએ અમે એક તરફ છીએ, વિશ્વાસના પૂજારી, તો બીજી ઓર આવી હાલત છે
સમજી ગયા અમે, સમજી ગયા પ્રભુ કે હજી હૈયે મતલબનો વાસ છે
અખંડ જ્યોત નથી જલતી હૈયે, હજી તો ક્ષણ ક્ષણના જગારાની વાત છે
પળમાં ખુશ થઈ અને પળમાં નારાજ, એવા અમારા વર્તાવ છે
શ્વાસે શ્વાસે અવિશ્વાસમાં બદલાતો એવો અમારો વિશ્વાસ છે
વિશ્વાસ આ તે કેવો વિશ્વાસ છે, કે આજ મન અમારું ઉદાસ છે