View Hymn (Bhajan)
Hymn No. 1664 | Date: 07-Aug-19961996-08-071996-08-07અહંકારને અમારા જ્યાં લાગી ઠેસ, ત્યાં ખોટું અમને લાગી રે ગયુંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ahankarane-amara-jyam-lagi-thesa-tyam-khotum-amane-lagi-re-gayumઅહંકારને અમારા જ્યાં લાગી ઠેસ, ત્યાં ખોટું અમને લાગી રે ગયું
પોષ્યો જો કોઈએ અહંકારને અમારા, તો એ અમને ગમી રે ગયું
માન-અપમાનમાં રહ્યા રાચતા અમે, મન એમાંથી બહાર ના નીકળી શક્યું
કર્યાં ધર્મનાં પાઠપઠનો અમે તો ઘણાં રે, જીવનમાં હૈયું અમારું કોરું રહી ગયું
ફર્યા લખચોરાશીના ફેરા તોય જીવ અમારો એમાંથી બહાર ના નીકળી શક્યું
કરવા ટાણે કરી વાતો મોટી, આચરણમાં બધું ખૂટતું રહ્યું
અહમ-અભિમાનમાં સદા રહ્યા રાચતા, જીવન અમારું એમાં વીતતું ગયું
કોના પર રાખી નજર કે લક્ષ અમારું, અમારાથી દૂર ને દૂર રહ્યું
સમજ્યા ઘણું, જાણ્યું ઘણું, તોય બધું અધૂરું ને અધૂરું તો રહ્યું
ના જીતી શક્યા જ્યાં અમે અમારા અહંકારને, ત્યાં કાંઈ ના બદલ્યું
સુખદુઃખની અનુભૂતિ રહી એમ ની એમ, આનંદ ના અમને મળ્યો
અહંકારને અમારા જ્યાં લાગી ઠેસ, ત્યાં ખોટું અમને લાગી રે ગયું