View Hymn (Bhajan)
Hymn No. 29 | Date: 24-Aug-19921992-08-241992-08-24આનંદ અનેરો છાયો છે, મારા પ્રભુ મને મળ્યાSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ananda-anero-chhayo-chhe-mara-prabhu-mane-malyaઆનંદ અનેરો છાયો છે, મારા પ્રભુ મને મળ્યા
રોમેરોમે ઉમંગ ભર્યો છે, મારા પ્રભુ આજે મને મળ્યા છે
હૃદય આજે ફૂલ જેમ ખીલ્યું છે
પ્રભુએ દર્શન આપ્યા રે આજે
સભાને તો સૂધ ખોઈ છે
પ્રભુનો હાસ્યવિભોર ચહેરો જોઈ
છે પ્રભુની કરુણા, નથી મારી કોઈ
પાત્રતા કે યોગ્યતા તો પણ, દર્શન મને આપ્યા છે
આનંદ અનેરો છાયો છે, મારા પ્રભુ મને મળ્યા