View Hymn (Bhajan)
Hymn No. 4489 | Date: 30-May-20152015-05-302015-05-30અંતરના દરવાજા ખોલો પ્રભુ મારા, અંતરના દરવાજા ખોલોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=antarana-daravaja-kholo-prabhu-mara-antarana-daravaja-kholoઅંતરના દરવાજા ખોલો પ્રભુ મારા, અંતરના દરવાજા ખોલો
સાચી સમજણને જગાડો વાલા મારા, સાચી સમજણને જગાડો
બહુ રમાડ્યા માયામાં તમે અમને, હવે અંતરચક્ષુ ખોલો
નથી કોઈ ફરિયાદ અમારી, નથી કોઈ ચાહ, છે દિલની પુકાર
સમજ પર પડ્યા છે પડદા, હવે એ બધા પડદા તમે ઉઠાવો
મંઝિલ છો તમે અમારી તો હવે, અમને સાચા રસ્તા પર ચલાવો
મન રટે સતત નામ તમારું, તપ ને જપ હવે એવા કરાવો
મટી જાય સઘળા દુર્વ્યવહાર, પ્યાર એવું કરતાં શીખવાડો
પામીએ પૂર્ણ શાંતિને રે જીવનમાં, જીવન એવું જીવાડો
સફળ થાય આ જનમફેરા, આશિષ એવા તમે આપો
અંતરના દરવાજા ખોલો પ્રભુ મારા, અંતરના દરવાજા ખોલો