View Hymn (Bhajan)
Hymn No. 4703 | Date: 30-Mar-20182018-03-302018-03-30અનુભવે એ સિદ્ધ છે, અનુભવે એ સિદ્ધ છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=anubhave-e-siddha-chhe-anubhave-e-siddha-chheઅનુભવે એ સિદ્ધ છે, અનુભવે એ સિદ્ધ છે
સંતોની વાણી શાંતિ આપે છે, સાચી સમજ જગાડે છે
ખુદની પહેચાન ખુદ સાથે કરાવે છે, સત્યની પહેચાન કરાવે છે
હરીને દુઃખદર્દ, અંતરમાં આનંદને જગાડે છે
જ્ઞાનની એ અવિરત ગંગા, અંધકારને હરે છે
અમૂલ્ય જીવનનોં અહેસાસ કરાવે છે, સાર્થકતા એની સમજાવે છે
મંઝિલનાં દર્શન એ કરાવે છે, મંઝિલ તરફ આગળ એ વધારે છે...
માયાની પહેચાન કરાવે છે, એમાંથી બહાર એ તો કાઢે છે
સામર્થતાથી જીવનને એ તો ભરે છે, સત્યનોં તેજ પાથરે છે
સાચા ધ્યેયની પહેચાન કરી, ધ્યેય તરફ એ આગળ તો વધારે છે
અનુભવે એ સિદ્ધ છે, અનુભવે એ સિદ્ધ છે