View Hymn (Bhajan)
Hymn No. 4702 | Date: 30-Mar-20182018-03-302018-03-30એકાંતના એ ઊંડાણમાં ઊંડા ઊતરીને તો જોSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ekantana-e-undanamam-unda-utarine-to-joએકાંતના એ ઊંડાણમાં ઊંડા ઊતરીને તો જો
અંતરના રંગમાં તારા રંગાઈને તો જો
અભાવ તારો તને થઈ રે જાશે, ખ્યાલ ખુદનો આવી રે જાશે
સાચું-ખોટું પરખાઈ રે જાશે, આપોઆપ એ સમજાઈ જાશે
ઇચ્છાઓની એ ખેંચતાણ પડી છે કેટલી, એ ખ્યાલ આવી રે જાશે
વિચારોની ભ્રમણાનો રે તારી, તને અંદાજ આવી રે જાશે
ચાહે છે ને કરે છે શું તું જીવનમાં, એ તો સમજાઈ જાશે
સ્વીકારે કે ના સ્વીકારે, એનાથી સત્ય તો ના બદલાશે
તારા દંભ-આડંબરનો અહેસાસ, ખુદ તને થઈ રે જાશે
એકાંતના એ ઊંડાણમાં ઊંડા ઊતરીને તો જો