View Hymn (Bhajan)
Hymn No. 1307 | Date: 06-Jul-19951995-07-061995-07-06આપી દે, આપી દે, આપી દે હૈયામાં મારા વિશાળતા, તું આપી દેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=api-de-api-de-api-de-haiyamam-mara-vishalata-tum-api-deઆપી દે, આપી દે, આપી દે હૈયામાં મારા વિશાળતા, તું આપી દે
વિશાળતાનું મિલન, વિશાળતા સાથે એકવાર તું થવા દે …
બદલામાં અગર જોઇએ તને બીજું કાંઈ, તો બધું તું ભલે લઈ લે
દિલમાં મારા પ્યાર ને પ્રેમ તું ભરી દે, આપી દે, આપી દે
આપ્યું છે પ્રભુ તે તો બધું માંગ્યા વગર રે મને
માંગુ તારી પાસે એ પહેલા પ્રભુ, તારામય જીવન મને આપી દે
જીવવું છે જીવન મને પ્રભુ, તારી ઇચ્છા પ્રમાણે, આચરણ એવું આપી દે
છે ખામીઓ ઘણી રે મારામાં, નથી ગણવી મારે તો એને
કરી શકું ભક્તિ તારી પૂરા ભાવથી, આશીર્વાદ એવા મને આપી દે
ના રહે ફરિયાદ કોઈ મારા દિલમાં, યાદ તારી એવી આપી દે
આપી દે, આપી દે, આપી દે હૈયામાં મારા વિશાળતા, તું આપી દે