ના થવા દેજે પ્રભુ તું એવું, ના થવા દેજે, ના થવા દેજે
દુઃખી થઈ જાય હૈયું કોઈનું, એવું કૃત્ય તું ના થવા દેજે
સંયમમાં રહેતા તું મને શિખવાડી રે દેજે
ના લાગે કોઈ પ્રેમભર્યા હૈયાને ઠેસ, એ તો તું જોજે
ના કરું કદી એવું વર્તન, જેથી આનંદ કોઈનો નંદવાય, એવું ના થાય, એ તું જોજે
રહે આનંદ મારો પણ સદા, અન્યને પણ આનંદ આપું સદા, એ તું જોજે
ક્ષણે-ક્ષણે જોજે મારું વર્તન ના બદલાય, આવું તું ના થાવા દેજે
સ્વાર્થના રંગમાં પ્રભુ, તું મને જોજે ના રંગાવા રે દેજે
ના કરું હું કોઈ ભૂલ, ના મારાથી કોઈ ભૂલ થાવા રે દેજે
નિર્દોષ હૈયાને આપું કોઈ દુઃખ, એવું તું ના થાવા રે દેજે
- સંત શ્રી અલ્પા મા
nā thavā dējē prabhu tuṁ ēvuṁ, nā thavā dējē, nā thavā dējē
duḥkhī thaī jāya haiyuṁ kōīnuṁ, ēvuṁ kr̥tya tuṁ nā thavā dējē
saṁyamamāṁ rahētā tuṁ manē śikhavāḍī rē dējē
nā lāgē kōī prēmabharyā haiyānē ṭhēsa, ē tō tuṁ jōjē
nā karuṁ kadī ēvuṁ vartana, jēthī ānaṁda kōīnō naṁdavāya, ēvuṁ nā thāya, ē tuṁ jōjē
rahē ānaṁda mārō paṇa sadā, anyanē paṇa ānaṁda āpuṁ sadā, ē tuṁ jōjē
kṣaṇē-kṣaṇē jōjē māruṁ vartana nā badalāya, āvuṁ tuṁ nā thāvā dējē
svārthanā raṁgamāṁ prabhu, tuṁ manē jōjē nā raṁgāvā rē dējē
nā karuṁ huṁ kōī bhūla, nā mārāthī kōī bhūla thāvā rē dējē
nirdōṣa haiyānē āpuṁ kōī duḥkha, ēvuṁ tuṁ nā thāvā rē dējē
|