View Hymn (Bhajan)
Sr No. 3128 | Date: 28-Dec-19981998-12-281998-12-28આપું છું એક પૈગામ તને હું, એ પૈગામ યાદ તારે રાખવાનો છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=apum-chhum-eka-paigama-tane-hum-e-paigama-yada-tare-rakhavano-chheઆપું છું એક પૈગામ તને હું, એ પૈગામ યાદ તારે રાખવાનો છે
હસતો મુસ્કુરાતો રહ્યો છું જીવનભર, હસતો મુસ્કુરાતો તારે રહેવાનું છે
સહ્યું મેં જીવનમાં બધું સમભાવે, તારે એ બધું સહેવાનું છે
પામવું છે જો તારે મને તો, મારા પૈગામને પાળવાનો છે
ભૂલીને ભેદભાવ બધા, અભેદને તારે ભેદવાનો છે
સીમા નથી કોઈ સહનશીલતાની, ના સીમા એની બાંધવાની છે
સીમા રહિત થઈને તારે, મારે શરણે આવવાનું છે
સદ્દગુણોની સીમા નથી કોઈ, ના બંધનમાં તારે બંધાવાનુ છે
દિલડું કરીને મારે હવાલે, જીવનમાં તારે આગળ વધવાનું છે
ભરવાનો છે પ્યાર હૈયામાં, ના કોઈને તારે તરછોડવાનો છે
આપું છું એક પૈગામ તને હું, એ પૈગામ યાદ તારે રાખવાનો છે