View Hymn (Bhajan)
Sr No. 3127 | Date: 28-Dec-19981998-12-281998-12-28બિંદુમાં છે સાગર સમાયું, ને સાગરમાં બિંદુ સમાયSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bindumam-chhe-sagara-samayum-ne-sagaramam-bindu-samayaબિંદુમાં છે સાગર સમાયું, ને સાગરમાં બિંદુ સમાય
અલખના ખેલ છે નિરાળા, કૃપા વિના એની ના સમજાય
આગમાં છે પાણી ને પાણીમાં આગ સમાય
સળગતી આગ પાણીથી બુઝાય, અલખના ખેલ છે …
સમજ મળે જ્યારે પાસે એની, ત્યારે બધું સમજાય
સમજદારી ના ખેલ છે એના અનોખા, ના એ સમજાય
કરામત એની છે અનોખી, અણસાર એનો ના પમાય
નવી નવી રચનાઓ કરી છે એવી, કે ગણતરીમાં ના માય
જોવાવાળો એની લીલાને જોઈ માથું ખંજવાળતો રહી જાય
બિંદુમાં છે સાગર સમાયું, ને સાગરમાં બિંદુ સમાય