View Hymn (Bhajan)
Hymn No. 2503 | Date: 07-Jul-19981998-07-071998-07-07અસંતોષી હૈયાને સંતોષનો અહેસાસ, આપાવનારો પ્રભુ તારો પ્યાર છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=asantoshi-haiyane-santoshano-ahesasa-apavanaro-prabhu-taro-pyara-chheઅસંતોષી હૈયાને સંતોષનો અહેસાસ, આપાવનારો પ્રભુ તારો પ્યાર છે
ના અટકતી ઇચ્છાઓની વણઝારને, અટાવનારો પ્રભુ તારો પ્યાર છે
ભૂલ્યા ભટક્યાંને સાચી રાહ દેખાડનારો, એ તો પ્રભુ તારો પ્યાર છે
નિરાશાને ઉદાસીથી ઘેરાયેલા હૈયામાં, આશાનું કિરણ જગાડનાર પ્રભુ તારો પ્યાર છે
જીવનના હર શ્વાસને શક્તિથી ભરનારો એ તો પ્રભુ તારો પ્યાર છે
દર્દમાં પણ દર્દને ભૂલાવનારો, દુઃખમાં દુઃખ ભૂલાવનારો પ્રભુ તારો પ્યાર છે
જ્ન્મોજન્મની તડપને સમાવનારો, અનેરો આનંદ આપનારો પ્રભુ તારો પ્યાર છે
જીવન સંગ્રામમાં વિજયશ્રી અપાવનારો, એ તો પ્રભુ તારો પ્યાર છે
અચેતનને ચેતનમાં લાવનારો, એ તો પ્રભુ તારોને તારો પ્યાર છે
હરક્ષણે ને હરપળે પ્યારથી સંભાળનારો એ તો પ્રભુ તારો પ્યાર છે
અસંતોષી હૈયાને સંતોષનો અહેસાસ, આપાવનારો પ્રભુ તારો પ્યાર છે