View Hymn (Bhajan)
Hymn No. 2511 | Date: 20-Jul-19981998-07-201998-07-20નથી કોઈ જ્ઞાનનું મારે કામ બોલી રહ્યા છે નયનો, તારા પ્રેમ ભર્યું નામSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=nathi-koi-jnananum-mare-kama-boli-rahya-chhe-nayano-tara-prema-bharyumનથી કોઈ જ્ઞાનનું મારે કામ બોલી રહ્યા છે નયનો, તારા પ્રેમ ભર્યું નામ
નયનો આપી રહ્યા છે તારા પ્રેમની પહચાન, નયનો કરે છે મારા તારો ઇંતેજાર
ભૂલી ગયું જ્યાં દિલ એના બધા ઉત્પાત, અરે છવાઈ ગયો નયનોમાં તારા પ્રેમનો ઇંતેજાર
દુઃખદર્દની ગલીઓ ભૂલી ગયું, ભૂલી ગયું એ દિલ, સુખ સાગર તો જ્યાં મગ્ન બન્યા, તારા પ્રેમમાં જ્યાં
ઝૂમી રહ્યું છે મન મારું અરે તારા નામના પ્રેમમાં, સદા કરવા ચાહે છે નયનો, સદા તારા પ્રેમનો ઇંતેજાર
ગુંજી રહ્યું છે દિલમાં મારા, તારા પ્રેમ ભર્યા અવાજનો લલકાર, નયનો કરી રહ્યા છે તારા …
હરપળ ને હરક્ષણમાં આવે છે તારા શ્વાસોની બહાર, નયનો કરી રહ્યા છે તારો …
અરે પૂર્ણતા ચાહતું દિલ મારું, રહ્યું અપૂર્ણ તારા પ્રેમ વિના, કરજે તારા પ્રેમમાં પૂર્ણ એને આજ …
છવાઈ રહ્યો છે નશો ચારે દીશામાંથી, નશો તારા પ્યારનો, અરે નયનો ચાહે છે કરવા પ્રેમનો ...
દેખાઈ નથી કદી છબી તારી, દિલ ઉભી કરે છે છબી મનોહર તારી, હવે જાગ્યો છે એમાં એને પ્યાર
નથી કોઈ જ્ઞાનનું મારે કામ બોલી રહ્યા છે નયનો, તારા પ્રેમ ભર્યું નામ