View Hymn (Bhajan)
Hymn No. 1670 | Date: 10-Aug-19961996-08-101996-08-10આવે છે કોઈ યાદ ત્યારે કોઈ ભુલાય છે, છે અનુભવ બધાનો બધાને આવું તો થાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=ave-chhe-koi-yada-tyare-koi-bhulaya-chhe-chhe-anubhava-badhano-badhaneઆવે છે કોઈ યાદ ત્યારે કોઈ ભુલાય છે, છે અનુભવ બધાનો બધાને આવું તો થાય છે
આવે ભલે સેંકડો યાદો એકસાથે તોય, એમાંથી કેટલીક યાદો તો ભુલાય છે
થયા લિપ્ત જ્યાં જેની સંગ યાદ આવે છે ત્યાં એની, બાકી બધું ભુલાય છે
ભૂલે છે તે ભૂલતા આવ્યા છે જગમાં, બધા તો ચાહે તોય ના યાદ બધું રહે છે
છે આતો હરએકના જીવનની વાત, ના આમાં તો કોઈ બાકાત રહી જાય છે
તોય કહેતા ને કહેતા આવ્યા છીએ બધા અમે, ભૂલી નથી શકતા ભૂલવું ના આશાન છે
કરતા આવ્યા છે જે વર્ષોથી તોય, એ વાતથી બધા કેટલા અજાણ છે
રાખે છે મનમાં બધા અન્યની ભૂલો, પોતાનો ભૂલભર્યો વ્યવહાર કોણે યાદ છે
વીતતી હરએક પળ વીતી રહી છે, કેમ વીતી એનો હિસાબ તો કોની પાસ છે
કડવા પ્રસંગો ને રાખે યાદ, મીઠા વ્યવહારની એક એક પળ કોને યાદ છે
છે જે વાત શક્ય, છે એ વાતને અશક્ય કહેવાથી ના કાંઈ થાય છે
રાખ તારા મનને કાબૂમાં વિચાર તું, તારી મુક્તિ કાજે પછી કહે શું થાય છે
આવે છે કોઈ યાદ ત્યારે કોઈ ભુલાય છે, છે અનુભવ બધાનો બધાને આવું તો થાય છે