View Hymn (Bhajan)
Hymn No. 1671 | Date: 10-Aug-19961996-08-101996-08-10છે સાથે ને સાથે તારો પ્યાર વાલા, તોય કરવા તારા દીદાર છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=chhe-sathe-ne-sathe-taro-pyara-vala-toya-karava-tara-didara-chheછે સાથે ને સાથે તારો પ્યાર વાલા, તોય કરવા તારા દીદાર છે,
વીતી રહી છે પળ મારી તો જેમાં, બસ તારો ને તારો ઇંતઝાર છે.
છે સંગ તારો રે સદા મને, એનું તો મારી પાસે પ્રમાણ છે,
છે તું મારી નજરની સામે સદા, મને દૃષ્ટિની તો જરૂર છે,
આપી દે એવી દૃષ્ટિ પ્રભુ, જેનાથી બસ તું જ દેખાય છે.
માગ નથી આ કોઈ મારી વાલા, ના આ કોઈ ફરિયાદ છે
વગર માગે ને વગર કહે આપે તું બધું, ત્યાં ના મને માંગવાની જરૂર છે
કરીને કાળાં કર્મો શરમાવ્યો છે ઘણો તને, હવે તને શરમાવાની ના જરૂર છે
પામવું છે તારા પ્યારને વાલા, હૈયે બસ એની જાગી ધૂન છે
કરીશ અને કરતી રહીશ ઇંતઝાર વાલા હું, કે મને કરવા તારા દીદાર છે
છે સાથે ને સાથે તારો પ્યાર વાલા, તોય કરવા તારા દીદાર છે