View Hymn (Bhajan)
Hymn No. 3075 | Date: 18-Dec-19981998-12-181998-12-18બદલાયા હશે જમાના ભલે, ના બદલી એમાં કોઈ દેખાય છેSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=badalaya-hashe-jamana-bhale-na-badali-emam-koi-dekhaya-chheબદલાયા હશે જમાના ભલે, ના બદલી એમાં કોઈ દેખાય છે
પહેરવેશો બદલાયા ભલે, ના દિલોમાં બદલી દેખાય છે
લેવાતા પ્રીતના પારખા પહેલા, આજ પણ લેવાય છે
બદલ્યા માનવે પોતાના અસુલો, ના દસ્તુરો બદલાયા છે
સૃષ્ટિ રચિતાના નિયમો ના હજી બદલાયા છે
એ જ વિકારોને, એ જ આકારો, ફરક ના કોઈ એમાં આવ્યા છે
ચાહતની દોરીએ ચાલતા હતા, તો બધા એને એ જ છે
સાધનસામગ્રી વધ્યા હશે ભલે, મનમાં ના ફરક દેખાય છે
ભાવનાઓના શિકારમાં, માનવ આજ પણ જખમોથી પીડાય છે
બદલ્યા છે માનવીએ પોતાના તેવરો, ના એથી કાંઈ મન બદલાયા છે
બદલાયા હશે જમાના ભલે, ના બદલી એમાં કોઈ દેખાય છે