View Hymn (Bhajan)
Hymn No. 3084 | Date: 19-Dec-19981998-12-191998-12-19મન સજીલે તું સોળ શ્રૃંગાર, જાવું છે આજ મારે પ્રીતમને દ્વારSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=mana-sajile-tum-sola-shrringara-javum-chhe-aja-mare-pritamane-dvaraમન સજીલે તું સોળ શ્રૃંગાર, જાવું છે આજ મારે પ્રીતમને દ્વાર
ભૂલીને તું તારી ઇચ્છાઓની લંગાર, સજીલે એવા શણગાર
મારા પ્રીતમને રાજી કરવા જાવું છે, મને મારા પ્રીતમને દ્વાર
નાની નાની વાતો પ્રીતમની, બની જાશે પ્રીતમની યાદો આજ મારા …
સતત રહ્યાં છે આંખ સામે આવતા ને આવતા, રાખવા છે આંખની સામે મારે આજ કે …
પગની ઝાંઝરીને ઝમકાવતી, એની યાદે યાદે તાલ દેતી દેતી, મળવા જાવું છે આજ
નયનો વિસરી જાજે, ગંભીરતા તારી, ભરી લેજે આજ હાસ્ય, કે જાવું છે
જીતી લીધું છે દિલતો એણે મારું, દિલ જીતવા આજ એનું, જાવું છે આજ
મન છોડી દેજે સંકોચ તારા બધા, કે એને મળવા જાવું છે આજ
ધડકન તું હૈયામાં ધડકતી રહી છે આજે, ધડકનને ચરણે એના ધરવા જાવું છે આજ …
મન સજીલે તું સોળ શ્રૃંગાર, જાવું છે આજ મારે પ્રીતમને દ્વાર