View Hymn (Bhajan)
Hymn No. 359 | Date: 14-Sep-19931993-09-141993-09-14ભૂખ્યા પેટે પ્રભુને રે ભજવું એ તો સહેલું નથી, સહેલું નથી, સહેલું નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhukhya-pete-prabhune-re-bhajavum-e-to-sahelum-nathi-sahelum-nathi-sahelumભૂખ્યા પેટે પ્રભુને રે ભજવું એ તો સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી
છોડી વાસનાનું દામન, હાથ પકડવો એનો એ તો સહેલો નથી, સહેલો નથી, સહેલો નથી
રંધાતા હોય પકવાન સામે ત્યારે, રાખવો મન પર કાબૂ એ તો સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી
રહીને ભૂખ્યા અન્યની ભૂખ મિટાવવી એ તો કાંઈ સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી
ભૂલીને પોતાનું ભાન, પ્રભુમાં બનવું લીન એ તો કાંઈ સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી
જીવનમાં રે પ્રભુને ભજવા એ તો કાંઈ સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી
ધરીને રે ધીરજ, કરવો એનો ઇંતઝાર એ કાંઈ સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી,
કરવો મુસીબતોનો સામનો હસતા હસતા જીવનમાં એ કાંઈ સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી
પળે પળે સ્મરણ કરવું પ્રભુનું એ તો કાંઈ સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી
સૌને અપનાવવા પ્રેમથી રે જીવનમાં, એ તો કાંઈ સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી
ભૂખ્યા પેટે પ્રભુને રે ભજવું એ તો સહેલું નથી, સહેલું નથી, સહેલું નથી