View Hymn (Bhajan)
Hymn No. 358 | Date: 12-Sep-19931993-09-121993-09-12મળશે રે જગમાં એક સરખા રે ચહેરા, મળશે એક સરખા રે નામSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=malashe-re-jagamam-eka-sarakha-re-chahera-malashe-eka-sarakha-re-namaમળશે રે જગમાં એક સરખા રે ચહેરા, મળશે એક સરખા રે નામ
નહીં હોય વૃત્તિઓ એમની એક સરખી, હશે અલગ અલગ
જીવનમાં તો સૌ જીવે, મળ્યું છે સૌને રે જીવન, મળી છે શક્તિ સૌને એક સરખી,
જીવન જીવવાની રીત તો હશે રે, સૌની અલગ અલગ
પ્રાણીમાં પણ છે પ્રભુનો અંશ, મનુષ્યમાં છે પ્રભુનો અંશ એક સરખો
જીવન મળ્યું છે બંનેને, છે કાર્ય તો અલગ અલગ
આનંદ તો સૌ માણે રે જીવનમાં, હસતા ચહેરા લાગે એક સરખા
છે સૌના તો સુખ અને દુઃખ તો અલગ અલગ
પણ છે આ તો કેવું રે અચરજ
આ સૌને બનાવવાવાળો છે એક ને એક, એક ને એક
મળશે રે જગમાં એક સરખા રે ચહેરા, મળશે એક સરખા રે નામ