ભૂલી જા, ભૂલી જા, ભૂલી જા, થયું જે જીવનમાં, એ બધું તું ભૂલી જા
કરવા નવું કંઈક જીવનમાં, હવે તું તો તૈયાર થા, તૈયાર થા, તૈયાર થા
હરપળે ને હરક્ષણે જીવંત જીવન જીવતા, તું શીખી જા, શીખી જા, શીખી જા
રાખીને બધું યાદ, કરીને બધું યાદ, ના તું ખોટો દુઃખી થા
ભલાઈ છે તારી બધું ભૂલવામાં, ભલો તું તો બની જા, ભૂલી જા
થવાનું છે ને થઈ રહ્યું છે, ઘણું અણગમતું જીવનમાં, ગમા-અણગમા તું ત્યજતો જા
નિરાશાને ભૂલીને જીવનમાં, આશાથી તું આગળ વધતો ને વધતો જા
ભૂલી વેરીને, હર એકને પ્રેમ ને સ્નેહ તું આપતો જા, આપતો જા
ચાહતો હોય જો શાંતિભર્યું જીવન તું, જીવનમાં બધું ભૂલતા તું શીખી જા
કરવું જ હોય યાદ તને, તો પ્રભુને યાદ કરતો ને કરતો જા, બાકી બધું તું ભૂલી જા
- સંત શ્રી અલ્પા મા
bhūlī jā, bhūlī jā, bhūlī jā, thayuṁ jē jīvanamāṁ, ē badhuṁ tuṁ bhūlī jā
karavā navuṁ kaṁīka jīvanamāṁ, havē tuṁ tō taiyāra thā, taiyāra thā, taiyāra thā
harapalē nē harakṣaṇē jīvaṁta jīvana jīvatā, tuṁ śīkhī jā, śīkhī jā, śīkhī jā
rākhīnē badhuṁ yāda, karīnē badhuṁ yāda, nā tuṁ khōṭō duḥkhī thā
bhalāī chē tārī badhuṁ bhūlavāmāṁ, bhalō tuṁ tō banī jā, bhūlī jā
thavānuṁ chē nē thaī rahyuṁ chē, ghaṇuṁ aṇagamatuṁ jīvanamāṁ, gamā-aṇagamā tuṁ tyajatō jā
nirāśānē bhūlīnē jīvanamāṁ, āśāthī tuṁ āgala vadhatō nē vadhatō jā
bhūlī vērīnē, hara ēkanē prēma nē snēha tuṁ āpatō jā, āpatō jā
cāhatō hōya jō śāṁtibharyuṁ jīvana tuṁ, jīvanamāṁ badhuṁ bhūlatā tuṁ śīkhī jā
karavuṁ ja hōya yāda tanē, tō prabhunē yāda karatō nē karatō jā, bākī badhuṁ tuṁ bhūlī jā
|