View Hymn (Bhajan)
Hymn No. 1005 | Date: 04-Oct-19941994-10-041994-10-04ભૂત ભરાયું જ્યાં મનમાં, ભૂત ભરાયું જ્યાં રે દિલમાંSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bhuta-bharayum-jyam-manamam-bhuta-bharayum-jyam-re-dilamamભૂત ભરાયું જ્યાં મનમાં, ભૂત ભરાયું જ્યાં રે દિલમાં
ભટકવાની શરૂઆત થઈ ગઈ, ત્યાંથી રે આ જગમાં
ખોટા ખોટા ભૂત ભરીને મનમાં, ભૂલ્યા બધું જ્યાં આ જગમાં
ના ફરી શક્યા શાંતિથી, ત્યાં ભટકવાની શરૂઆત થઈ ગઈ ……..
આવેશના ભૂત ભરાયા જ્યાં રે મગજમાં
ના રહેવા દીધા શાંત એણે, જલાવી ગયા એ તો જીવનને ભટકવાની ……..
ભૂત ભરાયું જ્યાં, માયાનું, તન મનમાં તો એવું રે
આત્માના એ અજવાળા ઝાંખા પડ્યા, પથરાઈ ગયો અંધકાર આખા જગમાં રે
એક નહીં અનેક ભૂતોની ભ્રમણમાં, આવી નાચી રહ્યો હું એવો રે
ડગ્યો ભરોસો મારો જ્યાં તારા પરથી પ્રભુ, બની ગયો હું પણ ભૂત જેવો, ના રહ્યો કાંઈ ફેર રે
ભૂત ભરાયું જ્યાં મનમાં, ભૂત ભરાયું જ્યાં રે દિલમાં