View Hymn (Bhajan)

Hymn No. 1004 | Date: 04-Oct-19941994-10-04કોણ સમજાવે એને, કોણ રે સમજાવે?https://www.mydivinelove.org/bhajan/default.aspx?title=kona-samajave-ene-kona-re-samajaveકોણ સમજાવે એને, કોણ રે સમજાવે?

સમજવા જ્યાં એ નથી રે તૈયાર, ત્યાં એને કહો કોણ સમજાવે?

ના આજથી, ના કાલથી, આદી અનાદીથી ભટકી રહ્યો છે આ જીવડો

થાકી ગયો છે ભટકી ભટકીને તોય, રહ્યો છે ભટકતો ને ભટકતો

સ્થિર છે સ્વભાવ એનો, તોયે એ ભટકી રહ્યો છે ક્યાં ને ક્યાં

મોહમાયાની પાછળ આંધળી દોટ મૂકી, દોડી રહ્યો છે આ જીવડો

ક્યારેક દુઃખમાં તો ક્યારેક સુખમાંથી, પસાર થાતો રહ્યો છે આ જીવડો

ગયો છે મૂંઝાઈ આ જાળમાં, તોય માયામાં ફસાતો રહ્યો છે આ જીવડો

પળમાં અહીં પળમાં કહીં, ના જાણે ક્યાં ભટકી રહ્યો છે આ જીવડો

સર્વ શક્તિમાન છતાં, બિચારો બનીને ફરી રહ્યો છે આ જીવડો

ના જાણે કોને ગોતવા નિકળ્યો છે, આ જીવડો, કોણ ……..

કોણ સમજાવે એને, કોણ રે સમજાવે?

View Original
Increase Font Decrease Font

- સંત શ્રી અલ્પા મા
Lyrics in English

kōṇa samajāvē ēnē, kōṇa rē samajāvē?

samajavā jyāṁ ē nathī rē taiyāra, tyāṁ ēnē kahō kōṇa samajāvē?

nā ājathī, nā kālathī, ādī anādīthī bhaṭakī rahyō chē ā jīvaḍō

thākī gayō chē bhaṭakī bhaṭakīnē tōya, rahyō chē bhaṭakatō nē bhaṭakatō

sthira chē svabhāva ēnō, tōyē ē bhaṭakī rahyō chē kyāṁ nē kyāṁ

mōhamāyānī pāchala āṁdhalī dōṭa mūkī, dōḍī rahyō chē ā jīvaḍō

kyārēka duḥkhamāṁ tō kyārēka sukhamāṁthī, pasāra thātō rahyō chē ā jīvaḍō

gayō chē mūṁjhāī ā jālamāṁ, tōya māyāmāṁ phasātō rahyō chē ā jīvaḍō

palamāṁ ahīṁ palamāṁ kahīṁ, nā jāṇē kyāṁ bhaṭakī rahyō chē ā jīvaḍō

sarva śaktimāna chatāṁ, bicārō banīnē pharī rahyō chē ā jīvaḍō

nā jāṇē kōnē gōtavā nikalyō chē, ā jīvaḍō, kōṇa ……..