View Hymn (Bhajan)
Hymn No. 557 | Date: 11-Dec-19931993-12-111993-12-11બૂઝતી નથી, બૂઝતી નથી, પ્યાસ હૈયેથી બૂઝતી નથી, મન તો એમાં ધરાતું નથીSant Sri Apla Mahttps://www.mydivinelove.org/bhajan/default.aspx?title=bujati-nathi-bujati-nathi-pyasa-haiyethi-bujati-nathi-mana-to-emam-dharatumબૂઝતી નથી, બૂઝતી નથી, પ્યાસ હૈયેથી બૂઝતી નથી, મન તો એમાં ધરાતું નથી,
જન્મોજન્મથી માણ્યું તોય, પ્યાસ હૈયેથી બૂઝતી નથી
ભોગ ભોગવ્યા ઘણા અમે તો, તોય દિલ એનાથી ભરાતું નથી, પ્યાસ હૈયેથી બૂઝતી નથી
રહું ડૂબી એમાં રાતદિવસ તોય, પ્યાસ બૂઝતી નથી, છે આ તો કેવી તરસ જે ક્યારેય છીપતી નથી,
મન રહે એમાં મજા માણતું, આગળ વધવા એ તૈયાર નથી,
ના સૂઝે કાંઈ બીજું એના વિના, વિકારો ને વિકારોમાં જ્યાં અમને રાચવું છે,
એમાં લાગે સાચો આનંદ, અમને એના વિના ક્ષણ એક ચાલતું નથી,
કરવી છે વાતો વૈરાગ્યની, ભોગ ભોગવ્યા વિના બીજું કાંઈ જીવનમાં કરવું નથી
દૂર રહેવાની હોય છે વાત ખાલી, બહાર એમાંથી નિકળવા અમે તૈયાર નથી,
કર્યા વિના યાદ વિકારોને અમારે જીવવું નથી, ભૂલવા ચાહીએ પણ ભુલાતું નથી
કરીએ લાખ કોશિશ શાંતિ મેળવવા, સંતોષ મેળવવા, અસંતોષ વિના બીજું કાંઈ મળતું નથી
બૂઝતી નથી, બૂઝતી નથી, પ્યાસ હૈયેથી બૂઝતી નથી, મન તો એમાં ધરાતું નથી